Gopi Ghada Garabo - Folk Dance of Gujarat.... Dancing with Pots.....
ગોકુળ ગામની ગોપીઓ યમુના તીરે ઘડામાં નીર ભરીને ઉભી છે અને છોગાળા કાનજીને વીનાવે છે “હા હારે ઘલુડિયો ચઢાવ રે ગિરધારી”. મનમોહક આંખો, ઘનઘોર કાળા વાંકડીયા
વાળ, સુંદર વળાંકોવાળા હાથે શોભતી મુરલીવાળા શ્રીગિરધારીના પ્રેમમાં ઘેલી બનેલી આ ગોપીઓ
અને વિધવિધ લીલાઓના સ્વામી શ્રીકાનકુવરજીની યમુનાતીરની બાલલીલા લઈને આજે જન્માષ્ટ્મીના
અતી દિવ્ય પર્વે આઠ રુપાળી ગોપીઓ
લઈને લાવી છે - ગોપી ઘડા ગરબો. ગોપીઓ - Radhika,
Komal, Tanaya, Ameya, Trisha, Anika, Anindita,
Alina and Simran પ્રસ્તુત કરે છે - પ્રાચીન ગુજરાતી લોક ગરબાના અનુપમ ખજાનામાંથી લોકપ્રિય - ગોપી ઘડા ગરબો.
ચાલો જઈઍ યમુનાતીરે.... જ્યાં મળે પ્રેમ ઘેલી ગોપીઓ અને શ્યામ સુંદીર……………………….
View video of this Garabo on Youtube - https://www.youtube.com/watch?v=IBF3Ac0jrok&feature=youtu.be